Episode 1: ગુજરાતી - "ઈસુને અંગત રીતે જાણવાનું આમંત્રણ" .3gp

5:40
 
Share
 

Manage episode 332510725 series 3365036
By Sri Lanka Words of Life 1. Discovered by Player FM and our community — copyright is owned by the publisher, not Player FM, and audio is streamed directly from their servers. Hit the Subscribe button to track updates in Player FM, or paste the feed URL into other podcast apps.
ගුජරාටි - "යේසුස් වහන්සේ පෞද්ගලිකව දැන ගැනීමට ආරාධනා".3gp / Gujarati - Invitation to Know Jesus personally".3gp // કોરીંથીઓને પહેલો પત્ર 15ખ્રિસ્તનું સજીવન થવું1ભાઈઓ, જે શુભસંદેશ મેં તમને પ્રગટ કર્યો, જેનો તમે સ્વીકાર કર્યો તથા જેના પર તમારો દૃઢ વિશ્વાસ છે, તેની હું તમને યાદ અપાવવા માગું છું. 2જે સ્વરુપમાં મેં તમને શુભસંદેશ જણાવ્યો તે જ સ્વરૂપમાં તમે તેને દૃઢતાથી વળગી રહો તો જ તમારો ઉદ્ધાર થાય; નહિ તો તમારો વિશ્વાસ નિરર્થક છે. 3મને પરંપરાથી પ્રાપ્ત થયેલો અને જે મેં તમને પણ જણાવ્યો એ સંદેશ સૌથી મહત્ત્વનો છે: ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે જ મુજબ ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા, 4તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા. 5તેમણે પિતરને દર્શન દીધું. ત્યાર પછી બાર પ્રેષિતોને દર્શન દીધું. 6એ પછી તેમના પાંચસો કરતાં વધારે અનુયાયીઓને એકીસાથે દર્શન દીધું. 7તેમનામાંના ઘણા હજી જીવંત છે; તો કેટલાક મૃત્યુ પામ્યા છે. ત્યાર પછી તેમણે યાકોબને દર્શન દીધું. 8હું જાણે અકાળે જન્મ્યો હોઉં તેમ છેવટે મને પણ તેમનું દર્શન થયું. 9સાચે જ હું તો પ્રેષિતોમાં સૌથી નાનામાં નાનો છું. હું પ્રેષિત કહેવડાવવાને લાયક પણ નથી. કારણ, મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી. 10પણ હું જે કંઈ છું તે ઈશ્વરની કૃપાથી છું, અને તેમણે મારા પર કરેલી કૃપા નિરર્થક ગઈ નથી. એનાથી તો બીજા બધા પ્રેષિતો કરતાં મેં સખત પરિશ્રમ કર્યો છે. જોકે હકીક્તમાં તો એ ક્મ મેં નથી કર્યું, પણ મારી સાથે કાર્ય કરનાર ઈશ્વરની કૃપાથી એ બન્યું છે. 11આથી શુભસંદેશ મારી મારફતે આવ્યો હોય કે તેમની મારફતે, પણ અમે બધા આ જ ઉપદેશ કરીએ છીએ, અને તમે તેના પર વિશ્વાસ કરેલો છે.

83 episodes